Cyclone Mocha: મોચા વાવાઝોડું 2023

Cyclone Mocha: દર વર્ષે મે અને જૂન માસમા સાયકલોનીક સીસ્ટમ એકટીવ થતી હોય છે અને જૂન મહિનાની આજુબાજુ મા વાવાઝોડુ ત્રાટકવાની શકયતા રહેતી હોય છે. અગાઉ આવેલા તૌકતે, વાયુ જેવા વાવાઝોડા એ ગુજરાતમા ઘણી નુકશાની કરી હતી. આ વર્ષે મે મહિનામા વાવાઝોડાની સીસ્ટમ બનતી દેખાય છે અને આ વાવાઝોડાને Cyclone Mocha 2023 Live Update મોચા વાવાઝોડુ નામ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ હવામન વિભાગે શું આગાહિ કરી છે ?

Cyclone Mocha

ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી અગ્ત્યની આગાહી કરી છે. , IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સીસ્ટમ સર્જાય તેવી સંભાવના રહીલી છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની સંભાવના રહેલી છે. Cyclone ‘Mocha’ વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિના માં આવવાની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મોચા વાવાઝોડું 2023

IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના રહેલી છે. આ અંગે IMD ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતુ કે, Global Ensemble Forecast System (GEFS) કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. અપડેટ્સ નિયમિતપણે આપવામા આવશે. તે જ આગાહી પછી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ કર્યા છે.

મોચા’ નામ કઈ રીતે પડ્યું?

વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા સાયક્લોન અંગે નામકરણ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. નામકરણ પદ્ધતિ હેઠળ ઓફીસીયલ રીતે પુષ્ટિ કરવામાં આવે તો ચક્રવાતનું નામ “મોચા’ હશે. Cyclone ‘Mocha’ યમને આ ચક્રવાતનું નામ આપ્યુ છે જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે તૈયાર રહેવા જણાવ્યું હતું.

‘મોચા’ વાવાઝોડા નું નામ ક્યાં દેશ દ્વારા આપવામાં આવ્યું છે?

મોચા વાવાઝોડા નું નામ યમન દ્વારા આપવામાં આવ્યું છે.

Leave a Comment