ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 HC OJAS PEON Bharti 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટનું નામ | પટાવાળા |
કુલ જગ્યાઓ | 1499 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ગુજરાત |
ઓફિશિયલ વેબસાઈટ | hc.ojas.gujarat.gov.in |
Gujarat Highcourt Peon Bharti 2023
જે મિત્રો Gujarat High Court Peon Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (SSCE) કે તેને સમકક્ષ માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, તે મુજબનું સબંધિત કાર્ય કૌશલ્ય હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાત અને / અથવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 33 વર્ષ હોવી જોઈએ. નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 29/05/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી ફી
સામાન્ય વર્ગ માટે પગાર રૂપિયા 600/- + બેંક ચાર્જ અને અ.જા. / અ.જ.જા. / સા. અને શૈ.પ.વર્ગ / આ.ન. વર્ગ / ડિફ્રન્ટલી એબલ્ડ / માજી સૈનિક ઉમેદવારો માટે રૂપિયા 300/- + બેંક ચાર્જ.
પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.
અગત્યની તારીખ
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 08/05/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 29/05/2023
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |