જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023: વિદ્યાર્થીઓને મળશે રૂ.25000 સુધીની શિષ્યવૃત્તિ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2023 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. જેથી આ પોસ્ટ પુરી વાંચવા વિનંતી.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023

યોજનાજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
ફોર્મ ભરવાની તારીખો11-5-2023 થી 26-5-2023
પરીક્ષા તારીખ11-6-2023
ઓફિશિયલ વેબસાઇટwww.sebexam.org
પસંદગીપરીક્ષા દ્વારા

Gyan Sadhna Scholarship પાત્રતા

Gyan Sadhana Scholarship 2023: આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

  • સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
  • અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.

પરીક્ષા ફી

આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.

પરીક્ષાનું માળખું

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.

  • આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
  • કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
કસોટીપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી8080

મળવાપાત્ર શિષ્યવૃત્તિ

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

  • ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
  • ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

પસંદગી પક્રિયા

આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

ઓનલાઈન અરજી પક્રિયા

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
  • તેમા Apply Online પર ક્લીક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
  • આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment