પાદરા નગરપાલિકા ભરતી 2023: ધોરણ 8 અને 10 પાસ માટે ભરતી

પાદરા નગરપાલિકા ભરતી 2023: પાદરા નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરાત પ્રસિદ્ધ થયાના 20 સુધી આ ભરતી માટે અરજી કરી શકશે.

પાદરા નગરપાલિકા ભરતી 2023

પાદરા નગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સપેક્ટર, ક્લાર્ક,ગટર શાખામાં ઓપરેટર કમ વાયરમેન અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 8 પાસ, 10 પાસ અને ITI પાસ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે. ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

સંસ્થાનું નામપાદરા નગરપાલિકા
પોસ્ટનું નામસેનેટરી ઇન્સપેક્ટર, ક્લાર્ક,ગટર શાખામાં ઓપરેટર કમ વાયરમેન અને અન્ય પોસ્ટ
કુલ જગ્યાઓ21
અરજી પક્રિયાઓફલાઇન
ફોર્મની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાના 20 દિવસ સુધી
નોકરી સ્થળપાદરા

શૈક્ષણિક લાયકાત

ક્રમપોસ્ટકુલ જગ્યાલાયકાત
1સેનેટરી ઇન્સ્પેકટર02એસ.આઈ. (આઈ.ટી.આઈ/સરકાર માન્ય એસ.આઈ કોર્ષ)
2સ્ટ્રીટ વેન્ડીંગ ફી વસુલાત ક્લાર્ક06એસ.એસ.સી. પાસ
3ગટર શાખામાં ઓપરેટર-વાયરમેન01એસ.એસ.સી. પાસ સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ
4ગટર શાખામાં સુપરવાઈઝર01એસ.એસ.સી. પાસ
5વોટર વર્કસ શાખામાં ઓપરેટર04એસ.એસ.સી. પાસ
6વાહન શાખામાં ડ્રાઈવર-ફાયરમેન02ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ
7ફાયરમેન03આગના કામનો અનુભવી
8કોમ્પ્યુટર ઓપરેટર01આઈ.ટી.આઈ/સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્ષ
9સ્ટ્રીટ લાઈટ શાખામાં ડ્રાઈવર-વાયરમેન01ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ. સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ

ઉંમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ, સરકાર ના નિયમ મુજબ ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે.

પાદરા નગરપાલિકા ભરતી અરજી પક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-20માં પાદરા નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, પાદરા નગરપાલિકા, પાદરાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.

અગત્યની સૂચનાઓ

  • અરજદારે અરજી સાથે એલ.સી./શૈક્ષણિક લાયકાત, અનુભવ સર્ટીફીકેટ/આધારકાર્ડ/પાનકાર્ડ/બેંક પાસબુક રજુ કરવાના રહેશે.
  • એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
  • ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ.
  • આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે.
  • ભરતીમેળાની જાણ કોલ લેટર દ્વારા કરવામાં આવશે.
  • ઉમેદવારે અરજીની નકલ તથા તમામ પ્રમાણપત્રો સાથે ઉપરોક્ત સ્થળે, સમયે અને તારીખે હાજર રહેવું.
  • ઉપરોક્ત જગ્યાઓ પૈકી સવર્ગવાર જગ્યાઓમાં વધારો કે ઘટાડો નગરપાલિકાની જરૂરિયાત મુજબ કરવામાં આવશે.
જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment