Gram Panchayat Work Report Online: ગ્રામ પંચાયત માં કેટલી ગ્રાન્ટ ફાળવાઈ તે ચેક કરો ઘરેબેઠા

Gram Panchayat Work Report Online: હવે તમે ઘરે બેઠા તમારી ગ્રામ પંચાયત માટે ફાળવેલ ગ્રાન્ટની માહિતી અને થયેલા કામની વિગત તમારા મોબાઈલથી ઓનલાઈન જોઈ શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થયેલી કામગીરની વિગતો, બાકી કામો, વર્ષિક ફાળવેલ ગ્રાન્ટ વગેરેની વિગત દર્શાવતુ પોર્ટલ શરુ કરવામાં આવેલ છે.

મિત્રો, હવે તમે તમારા ગામમાં થયેલ વિકાસના કામો અંગેની માહિતી ઓનલાઈન જોઈ શકશો.અહીં અમે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક પોર્ટલની સંપુર્ણ વિગત તમારી સાથે સેર કરીશું. જેમાં તમે તમારી ગ્રામ પંચાયત માટે બજેટ 2023 માટે કેટલી ગ્રાંટ મળેલ છે અને છેલ્લા વર્ષોમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ અને તે કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવી તેની માહિતી જોઈ શકાશે.

આ પોર્ટલની મદદથી ગામના દરેક લોકો પોતાના ગામમાં થયેલ વિકાસલક્ષી કામની વિગત જોઇ શક્શે. ગુજરાત સરકારના આ અભિગમથી નિચલા લેવલે થતા ભ્રષ્ટાચારને નાબુદ કરવાનો એક અભિગમ છે. જેથી તમે આ પોર્ટ્લ ની મદદથી તમારા ગામ, શેરી, અને શહેર માટે વિકાસના કામમાં તમારું યોગદાન આપી શકો. તો આવો જાણીએ ગ્રામ પંચાયત કાર્યનો અહેવાલ ઓનલાઈને કેવી રીતે ચકાશવો અને તેનાથી શું ફાયદા થશે તેની વિગત અહીં જોઈએ.

Gram Panchayat Work Report Online

  • દરેક ગામમાં થતા વિકાસલક્ષી કામો તે ગામની ગ્રામ પંચાયત ને લાગુ પડે છે અને તે વિકાસના કામો પુરા કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની રહે છે.
  • ગામમાં પાણીનો પુરવઠો પુરો પાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની રહે છે.
  • એવી જ રીતે ગામની સ્કુલો, રોડો અને ગટરનું કામ કાજ ગ્રામ પંચાયત ના હસ્તક હોય છે.
  • ગામના વેરો ઉઘરાવવાની અને જમા કરવાની જવાબદારી પણ ગામ પંચાયત ની રહે છે.
  • સરકારની નવી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોચતી કરી તેમને યોજનાનો મહત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવાની જવાબદારી રહે છે.
  • ભારત સરકાર દ્વારા ઈ-ગ્રામ સ્વારાજ પોર્ટલ ની શરુઆત કરવામાં આવી છે, જેમાં ગામનો કોઇપણ વ્યક્તિ ગ્રામ પંચાયતના કાર્યનો રિપોર્ટ મેળવી શકે છે.

ગ્રામ પંચાયત ગ્રાન્ટ રિપોર્ટ ઓનલાઈન

મિત્રો તમે તમારા ગ્રામ પંચાયતની કાર્ય નો અહેવાલ, ગ્રામ પંચાયત બજેટ, ગામ પંચાયત સરપંચ અને સભ્યોની વિગત વગેરે ની માહિતી ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલની મદદથી જોઈ શકશો. જેના માટે નિચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ E-Gram Swaraj Portal પર જાઓ.
  • હવે હોમપેજ પર “પ્લાન પ્લસ” ઓપશન દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારુ રાજ્ય, જીલ્લો, તાલુકો અને ગ્રામ પંચાયત પસંદ કરો.
  • હવે તમારે જે વર્ષ નો રીપોર્ટ જોવો છે તે પસંદ કરો.
  • હવે અહેવાલ જોવા માટે “GET Report” બટન પર ક્લિક કરો.

જો, મિત્રો આવી રીતે તમે તમારા ગ્રામ પંચાયત ના કાર્યો નો રીપોર્ટ જોઈ શકો છો પરંતુ જો તમે તમારા ગ્રામ પંચાયતમાં મળેલ ગ્રાન્ટ અને વિકાસલક્ષી કામોની સંપુર્ણ વિગત મેળવવા માંગતા હોવ તો તમે નિચે આપેલ માહિતી જુઓ.

E Gram Swaraj એપ ની મદદથી ગ્રાન્ટ ની માહિતી મેળવો

  • સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર જઈ “eGramSwaraj” સર્ચ કરો અને એપને તમાર મોબાઈલમાં ડાઉનલોડ કરો.
  • હવે તમારા મોબાઈલમાં ઈ ગ્રામ સ્વરાજ એપ્લીકેશન ને ઇન્સ્ટોલ કરી ઓપન કરો.
  • હવે તમને હોમપેજ પર ઘણા બધા ઓપશન દેખાશે. જેમાં તમારે ” ग्राम पंचायत रिपोर्ट ” પર ક્લિક કરો.
  • હવે ગ્રામ પંચાયત રીપોર્ટ નુ નવુ પેજ ખુલશે જેમાં તમારે તમારુ રાજ્ય “ગુજરાત” પર ક્લિક કરતા નવુ પેજ નિચે મુજબ ખુલશે.
  • આ પેજ માં સૌ પ્રથમ તમે નાણાકીય વર્ષ નો અહેવાલ જોવા માગો છો તે પસંદ કરો, ત્યારબાદ તમારો જિલ્લો, બ્લોક માં તમારો તાલુકો અને છેલ્લે જે ગ્રામ પંચાયતનો રીપોટ જોવા માગતા હોવ તે ગામ પસંદ કરી “Proceed” બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારા ગામનો વિકાસલક્ષી કામોની સંપુર્ણ વિગત જોવા મળશે જેમાં તમે અલગ અલગ નાણાકીય વર્ષમાં થયેલ કાર્યની વિગત અને કુલ કેટલી ગ્રાન્ટ મળેલ, કેટલા લોકોને જોબ કાર્ડ રજીસ્ટર થયેલ વગેરેની વિગત સામેલ છે.

આમ, આ સરળ રીતે તમે દેશ ની કોઈપણ ગ્રામ પંચાયત ની ગ્રાન્ટનો રિપોર્ટ ઓનલાઈન ઘરેબેઠા ચેક કરી શકો છો.

ગ્રામ પંચાયતની ગ્રાન્ટ ચેક કરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

https://egramswaraj.gov.in ગ્રામ પંચાયતની ગ્રાન્ટ ચેક કરવાની ઓફિશિયલ વેબસાઈટ છે.

Leave a Comment