10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ:પાનકાર્ડ ભારત સરકાર ના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું એક અગત્યનું સરકારી દસ્તાવેજ છે.પાનકાર્ડ માં 10 આંકડા નો એક નંબર આપેલો હોય છે,આ દ્વારા વ્યક્તિ જે પણ પૈસાની લેવડ દેવડ કરે છે તેની માહિતી મળે છે.નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમન દ્વારા 28 મેં 2020 ના રોજ આધાર આધારિત ઇ-કેવાયસી સેવા (ઇન્સ્ટન્સ્ટ પાનકાર્ડ માટે આધાર આધારિત e-KYC સેવા) શરૂ કરવામાં આવી છે.ઇ પાનકાર્ડ ની શરૂઆત થી હવે કોઈપણ વ્યક્તિ જેનું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોય તે ફક્ત 10 મિનિટ માં ઘરેબેઠા ઓનલાઈન પાનકાર્ડ મેળવી શકે છે.આ પોસ્ટ માં આપણે જાણીશું “માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ” તેના વિશે જાણીશું.
માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ
પાનકાર્ડ ની પક્રિયા ને સરળ બનાવવા અને લોકોને ધક્કા ખાધા વગર સરળતાથી પાનકાર્ડ મળી રહે એ માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા e-પાનકાર્ડ ની સુવિધા વર્ષ 2020 શરૂ કરવામાં આવી છે.જો તમારી પાસે આધારકાર્ડ છે અને તે મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેડ છે તો તમે ઘરેબેઠા ઓનલાઈન પાનકાર્ડ સરળતાથી બનાવી શકો છો.આ સર્વિસ ને e – PAN નામ આપવામાં આવ્યું છે.આ સર્વિસ શરૂ થયા પછી તમે ઇલેક્ટ્રોનિક પાન નંબર તમે મફતમાં મેળવી શકો છો.ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ સુવિધા 12 ફેબ્રુઆરી 2020 ના રોજ ફક્ત પ્રાયોગિક ધોરણે કરવામાં આવી હતી,ત્યારબાદ નાણાં મંત્રાલય ની મંજૂરી મળ્યા બાદ આ સુવિધાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી.
પોસ્ટનું નામ | ઇ-પાનકાર્ડ |
વર્ષ | 2020 |
વિભાગનું નામ | ઇન્કમટેક્સ વિભાગ |
અરજી પક્રિયા | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | incometax.gov.in |
ઇ-પાનકાર્ડ શુ છે?
ઇ-પાનકાર્ડ એ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સુવિધા છે.જે વ્યક્તિ જોડે પાનકાર્ડ નથી અને તેને ઇમરજન્સી મા પાનકાર્ડ ની જરૂર પડે તો તે ઇન્કમટેક્સ વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને e-Pan માટે અરજી કરી શકે છે.ફક્ત તમારો આધાર નંબર અને મોબાઈલ માં આવેલ OTP દાખલ કરશો એટલે તમે 10 મિનિટમાં તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરી શકશો.
ઇ-પાનકાર્ડ ના ફાયદા
- ઇ પાનકાર્ડ માટે ઘરેબેઠા સરળતાથી અરજી કરી શકાય છે,તેથી સમયનો બચાવ થાય છે.
- ઇન્સ્ટન્સ્ટ પાનકાર્ડ માટે કોઈ ફી લેવામાં આવતી નથી.
- ઇ-પાનકાર્ડ માટેની અરજી મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં થી સરળ રીતે કરી શકાય છે.
- સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી એટલે ટાઇમનો બચાવ થાય છે.
ઇ-પાનકાર્ડ સંબંધિત મહત્વની જાણકારી
- ઇન્સ્ટન્સ્ટ પાનકાર્ડ બનાવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
- અરજી કરનાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ અને તેમાં મોબાઈલ નંબર રજીસ્ટ્રેડ હોવો જોઈએ.
- ફક્ત ભારતનો રહેવાસી જ આ પાનકાર્ડ માટે અરજી કરી શકશે.
- તમારી પાસે પાનકાર્ડ છે અને તમે ફરીવાર પાનકાર્ડ માટે અરજી કરો છો તો તમને રૂ.10000/- નો દંડ કરવામાં આવશે.
ઇ-પાનકાર્ડ માટે અરજી કઈ રીતે કરવી તેની તમામ માહિતી
- જો તમારી પાસે પાનકાર્ડ છે અને તમારે પાન નંબરની સખત જરૂર છે તો તમે ફક્ત 10 મિનિટમાં ઇન્સ્ટન્સ્ટ પાનકાર્ડ બનાવી શકો છો,આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલોવ કરવા પડશે:
- સૌ પ્રથમ ઇન્કમટેક્સ વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan પર જવું પડશે.
- હોમપેજ માં તમને Instant e-Pan card નો ઑપ્સન દેખાશે તેના પર ક્લિક કરો.
- Get New Pan card ના વિકલ્પ ક્લિક કરતા એક નવું પેજ ઓપન થશે.
- હવે જે પેજ ઓપન થાય એમાં આધાર નંબર અને Captcha Code દાખલ કરો અને Confirm That ઑપ્સન પર ટિક કરો અને Generate Aadhaar OTP પર ક્લિક કરો.
- હવે પછી Validate Aadhaar Details સ્ટેપમાં તમારી આધાર સંબંધિત માહિતી દેખાશે,તેમાં કોઈ ભૂલ છે કે નહીં તે ચકાસો અને I, Accept That બટન પર ટિક કરીને Submit Pan Request બટન પર ક્લિક કરવાનું રહેશે.
- તમે સબમિટ પાન રિકવેસ્ટ બટન પર ક્લિક કરશો એટલે એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે એમાં “Thank You We Are Validating Yours Details” લખેલું હશે.
- આ સાથે તમે Acknowledgement Number એટલે Pan Request નંબર જોઈ શકશો,આ નંબર તમે સાચવીને રાખો.
- તે પછી ચેક સ્ટેટ્સ પર ક્લિક કરો,10 મિનિટમાં તમારું પાનકાર્ડ જનરેટ થઈ જશે,જેને તમે મફતમાં ડાઉનલોડ કરી શકશો.
આધારકાર્ડ પરથી PAN કાર્ડ પર એપ્લિકેશન સ્ટેટ્સ કેવી રીતે તપાસવું?
- ઇ પાનકાર્ડની અરજી કર્યા પછી અરજદાર તેના એપ્લિકેશન નું સ્ટેટ્સ ઓનલાઈન ચેક કરી શકે છે એ માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો:
- ઇ પાનકાર્ડ ડાઉનલોડ કરવા અથવા સ્ટેટ્સ ચકાસવા માટે ઇન્કમટેક્સ વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan/checkStatusDownloadEpan ની મુલાકાત લો.
- આધાર આધારિત ઇન્સ્ટન્સ્ટ પરમેનન્ટ નંબર (PAN) ની લિંક પર ક્લિક કરો.
- આપેલી જગ્યામાં આધાર નંબર દાખલ કરો અને રજીસ્ટ્રેડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો અને અરજીનું સ્ટેટ્સ ચેક કરો.
- જો પાન નંબર ફાળવવામાં આવ્યો હોય તો e – PAN ની PDF મેળવવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
પાનકાર્ડ માટે અરજી કરવા | અહીં ક્લિક કરો |
પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |