મફત પ્લોટ યોજના – મફત પ્લોટ યોજના ફોર્મ Pdf

મફત પ્લોટ યોજના – મફત પ્લોટ યોજના ફોર્મ: ગુજરાત માં વસવાટ કરતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા મફત પ્લોટ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત ગરીબ, મજૂર અને આર્થિક રીતે નબળા લોકોને ઘર બનાવવા માટે 100 ચોરસ વારનો મફત પ્લોટ આપવામાં આવે છે. ગુજરાત મફત પ્લોટ યોજના દ્વારા અત્યાર સુધી ઘણા બધા લોકોને ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં વખતો વખત ઘણા ફેરફાર કરવામાં આવે છે જેથી વધુને વધુ લોકો આ યોજના નો લાભ લઇ શકે.

મફત પ્લોટ યોજના

મફત પ્લોટ યોજના

મફત પ્લોટ યોજના એ રાજ્ય દ્વારા વર્ષોથી ચલાવવામાં આવતી યોજનામાંથી એક મહત્વપૂર્ણ યોજના છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા અને BPL યાદીમાં નામ ધરાવતા ગરીબ અને આર્થીક રીતે નબળા વર્ગ ને સરકાર દ્વારા મફત પ્લોટ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા મફત પ્લોટ યોજના નો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે તેમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. આ યોજના થકી ગુજરાતના ઘણા ગરીબ પરિવારોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. મફત પ્લોટ યોજના ગુજરાત એ ઘણા ગરીબ લોકો માટે આશીર્વાદ સાબિત થઈ છે.

યોજનાનું નામમફત પ્લોટ યોજના
વિભાગપંચાયત વિભાગ, ગુજરાત
રાજ્યગુજરાત
લાભ કોને મળેBPL યાદી માં નામ ધરાવતા ગરીબ લોકોને
અરજી પક્રિયાઓફલાઇન
ઓફિશિયલ વેબસાઈટpanchayat.gujarat.gov.in

મફત પ્લોટ યોજના ફોર્મ PDF

પંચાયત વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ યોજના નું પારદર્શક અને સરળતાથી અમલીકરણ થાય તેમજ વધુ માં વધુ લોકોને આ યોજનાનો લાભ મળે એ માટે મફત પ્લોટ યોજનાના ફોર્મ માં ઘણીવખત સુધારા કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ યોજનાનું નવું ફોર્મ તારીખ 30 જુલાઈ 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. મફત પ્લોટ યોજના ફોર્મની Pdf તમે નીચે આપેલ લિંક દ્વારા ડાયરેકટ ડાઉનલોડ કરી શકશો.

મફત પ્લોટ યોજના નો ઉદ્દેશ

મફત પ્લોટ યોજના નો ઉદ્દેશ ઘર વિહોણા લોકો પોતાનું ઘરનું ઘર જાતે બનાવી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા 100 ચોરસ વાર નો પ્લોટ મફત ફાળવવામાં આવે છે. ગુજરાતમાં વસતા અને BPL યાદીમાં નામ ધરાવતા ગરીબ પરિવારો ને ગ્રામ્ય વિસ્તારોમાં મફત પ્લોટની ફાળવણી કરવામાં આવે છે.

100 ચોરસ વાર મફત પ્લોટ યોજના

રાજ્ય સરકાર દ્વારા પ્લોટ ફાળવણી ની હાલની નીતિઓમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ કારણે ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓ ને પ્લોટની ફાળવણી કરવામાં ઘણી સરળતા રહે છે. મફત પ્લોટ માટે અરજી કરનાર વ્યક્તિ એક વર્ષ કે તેથી વધુ સમયથી ગામમાં રહેતો હોવો જોઈએ, રાજ્ય સરકાર દ્વારા તમામ નીતિ નિયમોનું પાલન કરનાર જ વ્યક્તિને 100 ચોરસ વારનો મફત પ્લોટ ફાળવવામાં આવશે.

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદી

  • અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • આધારકાર્ડ અથવા ચૂંટનીકાર્ડ ની નકલ
  • SECC ના નામની વિગત
  • ખેતીની જમીન નથી તેવો દાખલો
  • પ્લોટ/મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ યોજના અરજી પક્રિયા

જે લાભાર્થી આ યોજના નો લાભ લેવા માંગે છે તે ફક્ત ઓફલાઇન અરજીના માધ્યમથી અરજી કરી શકશે. ઓફલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા ગામની ગ્રામ પંચાયત માંથી ફોર્મ મેળવવાનું રહેશે. ત્યાર બાદ ફોર્મમાં આપેલ તમામ માહિતી સચોટ રીતે ભરી અને માંગેલા તમામ ડોક્યુમેન્ટ ની નકલો જોડીને તલાતીમંત્રી ની સહી કરાવવાની રહેશે. સહી કર્યા બાદ આ ફોર્મ પંચાયત માં જમા કરાવવાનું રહેશે અને તલાટી તથા સરપંચ ના અભિપ્રાય મુજબ આ ફોર્મને મંજુર અથવા ના મંજુર કરવામાં આવશે.

મફત પ્લોટ યોજના નું ફોર્મડાઉનલોડ કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
અન્ય યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો

મફત પ્લોટ યોજના FAQ

મફત પ્લોટ યોજના નો લાભ કોણ મેળવી શકે છે?

ઘર વિહોણા અને BPL યાદીમાં નામ ધરાવતા ગરીબ લોકો મફત પ્લોટ યોજના નો લાભ મેળવી શકે છે.

મફત પ્લોટ યોજના માં કેટલા વારનો પ્લોટ ફાળવવામાં આવે છે?

મફત પ્લોટ યોજનામાં લાભાર્થી ને 100 ચોરસ વારનો મફત પ્લોટ ફાળવવામાં આવે છે.

મફત પ્લોટ યોજનાની ફાળવણી ક્યાં વિભાગ દ્વારા કરવામાં આવે છે?

મફત પ્લોટ યોજના ની ફાળવણી ગુજરાત પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે.

Leave a Comment