ધોરણ 10 રિઝલ્ટ 2023: શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે ચાલુ માસના છેલ્લા વીકમાં ધોરણ-10નું અને જૂન માસના પ્રથમ વીકમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે.
ધોરણ 10 રિઝલ્ટ 2023
ધોરણ-10નું પરિણામ ચાલુ માસના છેલ્લા વીકમાં પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.
ધોરણ 10 રિઝલ્ટ બાબત સમાચાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે.
GSEB SSC Result 2023
હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી રિઝલ્ટની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
GSEB SSC રિઝલ્ટ ઓનલાઈન ચેક
- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
- હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
- રિઝલ્ટ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
- જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
- તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું રિઝલ્ટ તપાસવા અહીં ક્લિક કરો.
અમારા ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |