ઇ શ્રમ કાર્ડ 2022: દેશના જેટલા પણ લોકો અસંગઠિત ક્ષેત્ર માં કામ કરે છે,કેન્દ્ર સરકાર એનો એક ડેટાબેઝ તૈયાર કરી રહી છે. જેવી રીતે વન નેશન વન રેશનકાર્ડ યોજના નું નામ તમે સાંભળ્યું હશે તેના દ્વારા સમગ્ર દેશમાં એક જ રેશનકાર્ડ લાગુ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ઈ – શ્રમ કાર્ડ દ્વારા કેન્દ્ર સરકાર એક આંકડો મેળવવા માંગે છે કે દેશમાં કેટલા લોકો અસંગઠિત ક્ષેત્ર (પ્રાઇવેટ ક્ષેત્ર) માં કામ કરી રહ્યા છે.
ઇ શ્રમ કાર્ડ 2022
દેશની અંદર કુલ 43.2 કરોડ લોકો પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમનો એક ડેટા તૈયાર કરવામાં આવશે. આ ડેટા તૈયાર કર્યા બાદ તેમને ક્યાં ક્યાં લાભ આપી શકાય અથવા કોઈ નવી યોજના ચાલુ કરીને આ બધા લોકોને તેનો લાભ આપવામાં આવશે.દેશના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઇ શ્રમ નામનું એક નવું પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ પર દેશનો કોઈપણ કામદાર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને પોતાનું ઇ શ્રમ કાર્ડ ઘરેબેઠા મેળવી શકે છે. જે પણ લોકો આમાં રજિસ્ટ્રેશન કરે છે એમને એક UAN નંબર આપવામાં આવે છે.
વિભાગનું નામ | શ્રમ અને રોજગાર મંત્રાલય |
પોસ્ટનું નામ | ઇ શ્રમ કાર્ડ 2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
લાભ કોણ લઈ શકે | દેશના કોઈપણ અસંગઠિત ક્ષેત્રના લોકો |
શરૂ થયાની તારીખ | 26 ઓગસ્ટ 2021 |
કેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું | 27 કરોડ |
ઓફિશિયલ વેબસાઈટ | www.eshram.gov.in |
ઇ શ્રમ કાર્ડ શુ છે?
દેશના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોની ઓળખ માટે અને તેમનો એક ડેટાબેઝ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આના માટે એક ઓફિશિયલ પોર્ટલ લોન્ચ કર્યું છે. તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવીને લોકો પોતાનું ઇ શ્રમ કાર્ડ ઘરેબેઠા મેળવી શકે છે. ઇ શ્રમ કાર્ડ મેળવનાર વ્યક્તિ ને યુનિક આઇડન્ટિફિકેશન નંબર (UAN) આપવામાં આવે છે.
ઇ શ્રમ કાર્ડના ફાયદા
- જો તમે ઇ શ્રમ કાર્ડ માટે અરજી કરો છો તો તમને આધારકાર્ડ ની જેમ એક યુનિક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ પર એક UAN નંબર આપવામાં આવે છે.
- ઇ શ્રમ કાર્ડ મેળવ્યા પછી PM વીમા સુરક્ષા યોજના નો લાભ આપવામાં આવે છે અને સરકાર 1 વર્ષ સુધી તેનું પ્રીમિયમ પણ ભરશે.
- ભવિષ્યમાં કામદારો માટે કોઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવે છે તો તેનો સીધો લાભ ઇ શ્રમ કાર્ડ ધારકોને મળશે.
- નવા રોજગાર ના અવસરો પ્રાપ્ત થશે.
- તમારા જોડે ઇ શ્રમ કાર્ડ હશે તો તમે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના માટે પણ ફોર્મ ભરી શકશો.
- ઇ શ્રમ અને NCS (નેશનલ કેરિયર સર્વિસ) નું એકીકરણ કરવાથી હજારો ઇ શ્રમ કાર્ડ ધારકો ને રોજગાર ની નવી તક મળી છે.
- આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં વ્યક્તિને એક વર્ષ માટે રૂ. 2 લાખની સહાય અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ.1 લાખની સહાય.
ઇ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે?
- વ્યક્તિ ની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
- વ્યક્તિ અસંગઠિત ક્ષેત્ર માં કામ કરતો હોવો જોઈએ.
- આવકવેરો ન ભરતો હોવો જોઈએ.
ઇ શ્રમ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- બેંક પાસબુક
- લાઈટ બીલ
- મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિંક કરેલ હોવો જોઈએ.
ઇ શ્રમ કાર્ડ માટે કોણ અરજી કરી શકે?
જે લોકો અસંગઠિત ક્ષેત્રો માં કામ કરે છે તમામ ઇ શ્રમ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકશે, નીચે આપેલ તમામ વિભાગના લોકો આ કાર્ડ માટે અરજી કરી શકશે…
- નાના અથવા સીમાંત ખેડૂતો
- ખેત મજૂરો
- સ્થળાંતર કામદારો
- ઈંટ ભઠ્ઠા પર કામ કરતા લોકો
- માછીમાર સો મિલના કામદારો
- પશુપાલન સાથે સંકળાયેલા લોકો
- બીડલ રોલિંગ
- લેબલિંગ અને પેકિંગ
- સુથારીકામ
- CSC
- મીઠાના કામદારો
- મકાન બાંધકામ ના કામદારો
- લેધર વર્કસ
- દાયણો
- ઘરેલુ કામદારો
- રીક્ષા ચાલકો
- છાપાં વેચનાર
- રેશમની ખેતી કરતા કામદારો
- આશા વર્કસ
- સ્ટ્રીટ વેંડર્સ
- ટેનરી કામદારો
ઇ શ્રમ કાર્ડ ઓનલાઈન રજિસ્ટ્રેશન
- ઇ શ્રમ કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ પોર્ટલ www.eshram.gov.in પર જવુ પડશે.
- વેબસાઈટ ઓપન કર્યા બાદ Register On Eshram ના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે સેલ્ફ રજિસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે.
- સૌ પ્રથમ તમારે આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.
- ત્યારબાદ જે Captcha Code આપેલો છે તે ભરો અને Send Otp પર ક્લિક કરો.
- હવે તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો તો તેના પર એક OTP આવશે તેને બોક્સમાં એન્ટર કરો.
- ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો બોક્સમા √ નિશાની ટિક કરો.
- હવે છેલ્લા સ્ટેપમાં તમારે ઇ શ્રમ કાર્ડ બનાવવા માટે જે માહિતી માંગેલી હોય તે સચોટ રીતે ભરો, જેવી કે
- આધારકાર્ડ
- વ્યક્તિગત માહિતી
- સરનામું
- શૈક્ષણિક લાયકાત
- તમારા રોજગાર અથવા કૌશલ્ય ની માહિતી
- બેંક ડિટેલ્સ
- આ તમામ વિગતો ભર્યા બાદ Submit બટન પર ક્લિક કર્યા બાદ નવા પેજમાં “Download UAN Card’ પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ઇ શ્રમ કાર્ડ ખુલશે.
- છેલ્લે Download UAN Card પર ક્લિક કરવાથી તમે તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
eShram કાર્ડ રજિસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
eShram કાર્ડ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |