Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના pdf, ઓનલાઈન ફોર્મ

Manav Kalyan Yojana 2023: આજે દરેક માણસ કામ ધંધા માટે વલખાં મારે છે.કારણ કે ધંધા રોજગાર થકી જ એનું ઘર ચાલે છે.અને તેઓ તેમના બાળકો નું અને પરિવાર નું ભરણ પોષણ કરી શકે છે.અને પોતે રોજગારી મેળવી શકે તે હેતુ થી આજે આપડે આવી જ એક Manav Kalyan Yojana 2023 વિશે વિગતવાર વાત કરવાના છીએ અને આપને માહિતગાર કરવાના છીએ.

Manav Kalyan Yojana 2023 

Manav Kalyan Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા ઘણી અલગ અલગ યોજનાઓ અમલમાં મુકેલ છે.જેમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા ગુજરાત રાજ્યના ખૂબ જ ગરીબ પરિવારો, છેવાડાના ગામોના પરિવાર, પછાત વર્ગના લોકો પોતે હાથશાળ,હસ્તકલા, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા પોતે રોજગારી મેળવી શકે તે હેતુ થી ઘણી યોજનાઓ ચાલી રહી છે.જેમાં આ માનવ કલ્યાણ યોજના 2023 દ્વારા આવા લોકો ને રોજગારી મળી રહે તે હેતુ તેઓ ને સાધન સામગ્રી આપવાનું આ યોજના દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

માનવ કલ્યાણ યોજના pdf

કમિશનર, કુટીર અને ગ્રામોધોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 – 24 માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યોજના જે લોકો લાભ લેવા માંગે છે તે તારીખ 1 એપ્રિલ 2024 થી ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજીઓ કરી શકશે.

યોજના નું નામManav Kalyan Yojana 2023
યોજના ચાલુ કરનારગુજરાત સરકાર
લાભ કોને મળશેગુજરાત ના તમામ લોકો જેની વાર્ષિક આવક 1,20000 ગ્રામીણ વિસ્તારમાં અને 1,50000 શહેરી વિસ્તારમાં હોય તે આ યોજનાનો લાભ લઇ શકશે
અરજી પ્રકારઓનલાઈન
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ1 એપ્રિલ 2023
ઓફિશિયલ વેબસાઈટe-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના 2023

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના 2023 ના માપદંડ

  • ઉંમર મર્યાદા: 18 થી 60 વર્ષ

આવક મર્યાદા:

  • રૂ.1,20000/- (ગ્રામીણ વિસ્તારમાં)
  • રૂ.1,50000/- (શહેરી વિસ્તારમાં)

માનવ કલ્યાણ યોજના – ટુલકીટ્સ યાદી

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારી કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા,અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દીવેટ બનાવવી (સખીમંડળની બહેનો )
  • મોબાઈલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેકશનના લાભાર્થી)

માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ યાદી

માનવ કલ્યાણ યોજના માં સાધન સહાય મેળવવા માટે વ્યક્તિએ નીચે મુજબના ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે.

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  • અરજદારના જાતી નો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના 2023 Online Apply

  • સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
  • બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.
ઓફિશિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
ટૂલકિટ્સ ની યાદીડાઉનલોડ કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અન્ય યોજના ની માહિતીઅહીં ક્લિક કરો

માનવ કલ્યાણ યોજના 2023 FAQ

માનવ કલ્યાણ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?

માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી.

માનવ કલ્યાણ યોજના નો લાભ કોણ લઈ શકે છે?

ગુજરાત ના તમામ લોકો જેની વાર્ષિક આવક 1,20000 ગ્રામીણ વિસ્તારમાં અને 1,50000 શહેરી વિસ્તારમાં હોય તે આ યોજનાનો લાભ લઇ શકશે.

માનવ કલ્યાણ યોજના 2023ના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?

માનવ કલ્યાણ યોજના 2023ના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in છે.

Leave a Comment