પોસ્ટ 399 વિમા યોજના : પોસ્ટ ઓફીસની આ વિમા યોજનામા તમને મળશે માત્ર રૂ.૩૯૯ ના વાર્ષિક પ્રિમિયમમા રૂ.૧૦ લાખનો વિમો: ઈન્ડિયા પોસ્ટ વિભાગ માત્ર પોસ્ટલ ની સેવાઓ જ પૂરી પાડતુ નથી પરંતુ જ્યારે બેંકિંગ સેવાઓની વાત આવે છે, ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તે ઘણા લોકો માટે તે એક સારુ માધ્યમ છે.
આજે ઈન્ડિયા પોસ્ટનું સમગ્ર દેશમાં વિશાળ નેટવર્ક પથરાયેલુ છે. હવે, તેના ગ્રાહકોને આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા જેવી ઘટનાઓથી બચાવવા માટે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે માત્ર રૂ. 399 અને રૂ. 299માં આકસ્મિક વીમા પોલિસી યોજના બહાર પાડી છે.
પોસ્ટ 399 વિમા યોજના / પોસ્ટ મા મળશે માત્ર ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો
વિમા યોજના
જ્યારે IPPB ગ્રાહકોને પ્રીમિયમ પ્લાન રૂ. 399માં ઓફર કરવામાં આવે છે, તેના બેઝિક પ્લાનની કિંમત એક વર્ષ માટે રૂ. 299 રાખવામા આવી છે.
પોસ્ટ 399 વિમા યોજનાં
ઈન્ડિયા પોસ્ટની રૂ. 399 પ્રીમિયમ વીમા યોજના
399 રૂપિયાનો પ્રીમિયમ પ્લાન તમને એક વર્ષ માટે રીસ્ક કવર ઓફર કરે છે. તે તમને આકસ્મિક મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતા, કાયમી આંશિક વિકલાંગતા અને આકસ્મિક વિચ્છેદ અને લકવોના કિસ્સામાં તમને 10 લાખ રૂપિયા સુધીનુ રીસ્ક કવર આપે છે.. OPDમાં આકસ્મિક તબીબી ખર્ચના કિસ્સામાં 60,000 રૂપિયા અને 30,000 રૂપિયા સુધીના IPDમાં આકસ્મિક તબીબી ખર્ચનો દાવો પણ આ પોલીસી અંતર્ગત કરી શકાય છે.
જો હોસ્પિટલમાં દાખલ હોય તો તમને દસ દિવસ માટે દરરોજ 1000 રૂપિયા મળવાપાત્ર છે.
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના ડીટેઇલ
યોજનાનું નામ | પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના |
---|---|
કોના દ્વારા શરુ થઇ | પોસ્ટ વિભાગ |
લાભાર્થી | ભારતના દરેક નાગરિક |
ઉંમર | ૧૮ થી ૬૫ વર્ષ |
પ્રિમીયમ | રૂ. ૩૯૯/- પ્રતિ વર્ષ |
પોસ્ટ ઓફીસ અકસ્માત વીમા યોજના ના લાભ
આકસ્મિક મૃત્યુ ના કિસ્સામા ૧૦ લાખ
કાયમી સંપૂર્ણ વિકલાંગતા ના કિસ્સામા ૧૦ લાખ
આકસ્મિક અંગવિચ્છેદ અને લકવો ૧૦ લાખ
આકસ્મિક તબીબી ખર્ચ ઓપીડી ૬૦૦૦૦ સુધી ફિક્સ અથવા વાસ્તવિક ખર્ચ , બે માંથી જે ઓછું હોય તે
ઓપીડી ખર્ચ રૂ. ૩૦૦૦૦ સુધી ફિક્સ અથવા વાસ્તવિક ખર્ચ, બે માંથી જે ઓછું હોય તે
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એક અકસ્માત વીમા યોજના લઈને આવી છે જે ગ્રાહકો માટે ઘણી ઉપયોગી છે. પ્રીમિયમ વર્ઝન માટે વાર્ષિક રૂ. 399 અને બેઝિક વર્ઝન માટે રૂ. 299 નુ વાર્ષિક પ્રિમિયમ ધરાવતી આ યોજના છે.
આ યોજના અકસ્માતથી થતા મૃત્યુ, અપંગતા અથવા નાણાકીય નુકસાનના કિસ્સામાં ગ્રાહકોને રક્ષણ આપશે.
IBPB દ્વારા ઓફર કરાયેલ જૂથ અકસ્માત વીમા યોજના કોઈપણ અણધારી ઘટનાના કિસ્સામાં એક વર્ષ માટે કવરેજ આપે છે, જેમાં તબીબી ખર્ચાઓ, શિક્ષણ અને અન્ય ઘણા લાભો છે.
POST PAYMENT BANK OFFICIAL WEBSITE | CLICK HERE |