Agniveer Bharti 2024 : સેનામાં અગ્નિવીર ભરતી 25000 થી વધારે જગ્યા પર ભરતી joinindianarmy.nic.in પર
Agniveer Bharti 2024: ભારતીય સેનામાં એગ્નિપથ સ્કીમ અંતર્ગત 25 હજાર અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા આઠ જાન્યુઆરીથી શરુ થવાના હતા. પણ હજુ સુધી શરુ કરવામાં આવી નથી. સેનામાં ભરતી માટે તેમની સતાવાર વેબસાઈટ https://joinindianarmy.nic.in પર જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, કોમન એન્ટ્રેંસ એક્ઝામ 2024-25 માટે (Agniveer Bharti 2024) ઓનલાઈન અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવશે.મળતી માહિતી અનુસાર, કોમન એન્ટ્રેંસ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન 13 ફેબ્રુઆરી 2024ના લાઈવ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. ઉમેદવારોને અરજી ફોર્મ ભરતી વખતે સાવધાની રાખવાની રહેશે. કારણ કે એક વાર ડિટેલ સમબિટ કર્યા પછી તેને જ ફાઈનલ માનવામાં આવશે.
ઉંમર મર્યાદા
ભારતીય સેનામાં અગ્નિવીર બનવા માટે ઉંમર 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
શૈક્ષણિક લાયકાત
સેનામાં અગ્નિવીર જનરલ ડ્યૂટી પદ માટે 10માં ધોરણમાં કમસે કમ 45 ટકા સાથે પાસ હોવું જરૂરી છે, જ્યારે અગ્નિવીર ટેક્નિકલ પદ માટે 12મું (ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અને અંગ્રેજી)માં કમસે કમ 50 ટકા ગુણ હોવા જરૂરી છે. જ્યારે અગ્નિવીર સ્ટોરકીપ/ક્લાર્ક પદ માટે 12માં ધોરણમાં કમસે કમ 60 ટકા ગુણ હોવા જોઈએ. અંગ્રેજી અને ગણિત/અકાઉન્ટસ/બુક કીપિંગમાં કમસે કમ 50 ટકા ગુણ જરુરી છે. આ ઉપરાંત ટ્રેડ્સમેન પદ માટે 10માં/આઠમું ધોરણ પાસ હોવું જરૂરી છે.
અગ્નિવીર ભરતી માટેની અરજી ફી
ભારતીય સેનામાં અગ્નિવીરની પોસ્ટ પર ભરતી માટે, 550 રૂપિયા + GSTની અરજી ફી ચૂકવવી પડશે.
પસંદગી પ્રક્રિયા
- ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે પસંદગી પ્રક્રિયાના ચાર તબક્કા છે-
- – લેખિત પરીક્ષા
- -શારીરિક ફિટનેસ ટેસ્ટ
- – ભૌતિક પરિમાણો
- – તબીબી પરીક્ષણ
શૈક્ષણિક લાયકાત
પોઝિશન | શિક્ષણ લાયકાત |
જનરલ ડ્યુટી | ઓછામાં ઓછા 45% માર્ક્સ સાથે 10મું પાસ |
ટેકનિકલ | 10+2 નોન મેડિકલ સાથે/10+2 અંગ્રેજી લઘુત્તમ 50% માર્ક્સ સાથે |
કારકુન/સ્ટોર કીપર (તકનીકી) | લઘુત્તમ 50% ગુણ સાથે 10+2 |
વેપારી | દરેક વિષયમાં 33% સાથે 10મું પાસ |
વેપારી | દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ સાથે 8મું પાસ |
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સૂચના | અમદાવાદ | જામનગર |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અગ્નિવીર ભરતી પરીક્ષા પદ્ધતિ
અગ્નિવીર ભરતી પરીક્ષા 100 ગુણની રહશે. જેમાં જનરલ નોલેજ, જનરલ સાયન્સ, મેથ્સના 15 માર્ક્સના 30-30 પ્રશ્નો પૂછવામાં આવ્યા, જ્યારે લોજિકલ રીઝનિંગના 10 ગુણના 5 પ્રશ્ન પુછવામાં આવ્યા. આવી જ રીતે 100 ગુણના 50 પ્રશ્ન પૂછવામાં આવશે. આ પરીક્ષામાં 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ પણ કરશે. ઉમેદવારોને પરીક્ષામાં પાસ થવા માટે કમસે કમ 35 ગુણ મેળવવા જોઈએ. જો કે, ઉમેદવારોનું ફાઈનલ સિલેક્શન મેરિટના આધાર કરવામાં આવશે.