અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023: અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023, રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / રાણીપ આઈટીઆઈ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023નું આયોજન થયેલ છે. આ ભરતી મેળામાં 20થી વધુ કંપનીઓ દ્વારા એક હજાર થી વધુ જગ્યાઓ માટે નોકરી ઓફર કરવામાં આવશે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
સંસ્થાનું નામ | તાલીમ રોજગારની કચેરી, ગાંધીનગર |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 1000 |
ભરતી મેળાનું સ્થળ | અમદાવાદ |
ભરતી મેળાની તારીખ | 10/03/2023 |
ઓફિશિયલ વેબસાઇટ | anubandham.gujarat.gov.in |
રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023
અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 10-03-2023ના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું છે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. આ રોજગાર ભરતી મેળો 2023માં અમદાવાદ જીલ્લાની નામાંકિત કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીની ઓફર કરશે.
ગુજરાત રોજગાર ભરતી મેળો 2023માં ફીટર, વેલ્ડર, સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેકનીશીયન, ટેલીકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન. એન્જિનિયર વગેરે પોસ્ટ માટે મેન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ફાર્મા સેક્ટર માટે job ઓફર કરશે.
શૈક્ષણિક લાયકાત
ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં બીઈ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અમદાવાદ રોજગાર ભરતી મેળા 2023માં ભાગ લઇ શકશે. તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. રોજગાર ભરતી મેળા અમદાવાદ 2023માં 20 કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો અરજી પક્રિયા
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરતમાં આપેલ એડ્રેસ ઉપર તારીખ 10 માર્ચ 2023 ના રોજ સવારે 10 વાગે ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવું પડશે.
રોજગાર ભરતી મેળો અમદાવાદ પસંદગી પક્રિયા
- ઉમેદવાર ની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો સ્થળ અને સમય
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023નું આયોજન આઈટીઆઈ રાણીપ, આઈઓસી પેટ્રોલ પંપની સામે, ન્યુ રાણીપ ચેનપુર રોડ, ચેનપુર, અમદાવાદ ખાતે તારીખ 10-03-2023ને સમય 10:30 કલાકે કરવામાં આવ્યું છે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો FAQ
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 કઈ તારીખે યોજવામાં આવશે?
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 તારીખ 10 માર્ચ 2023 ના રોજ યોજવામાં આવશે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 નું સ્થળ ક્યું છે?
આઈટીઆઈ રાણીપ, આઈઓસી પેટ્રોલ પંપની સામે, ન્યુ રાણીપ ચેનપુર રોડ, ચેનપુર, અમદાવાદ